નવી હજયાત્રા નીતિથી મુસ્લિમ મહિલાઓમાં ખુશી, PM મોદીને પત્ર લખીને પ્રશંસા કરી રહી છે
Live TV
-
આ જ કારણ છે કે પ્રધાનમંત્રી મોદીએ આ વખતે 'મન કી બાત'ના 103માં એપિસોડમાં આનો ઉલ્લેખ કર્યો હતો. જેના માટે PM મોદીએ સાઉદી અરબની સરકારનો હ્દયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સાઉદી અરબની સરકારે મેહરમ એટલે કે પુરુષ સહયોગી હજયાત્રા કરતી મહિલાઓ માટે ખાસ કરીને એક મહિલા સંયોજકની નિયુક્તિ કરી હતી. હજ યાત્રા નીતિમાં પાછલા વર્ષોમાં કરાયેલા ફેરફારની જગ્યાએ-જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ આ સંબંધમાં PM મોદીને પત્ર લખી તેમને આશિર્વાદ આપી રહી છે. મહત્વનું છે કે હજયાત્રા નીતિમાં ફેરફારના કારણે હવે મહિલાઓ પુરુષ સહયોગી વગર હજ યાત્રા કરી શકે છે. ઈસ્લામમાં 'મેહરમ' એ પુરુષ હોય છે જે મહિલાનો પતિ અથવા લોહીના સંબંધમાં હોય. હજયાત્રા નીતિમાં કરાયેલો આ ફેરફાર ખૂબ જ સકારાત્મક મનાઈ રહ્યો છે. આ વર્ષે પુરુષ સહયોગી વગર 4000 જેટલી મહિલાઓએ કરી હતી હજયાત્રા. સ્પષ્ટ છે કે આ નવી હજયાત્રા નીતિથી હવે વધુમાં વધુ લોકોને હજ પર જવાનો લાભ મળી રહ્યો છે. ખાસ કરીને એ મહિલાઓ જેણે પુરુષ સહયોગી વગર હજયાત્રા કરવાથી વંચિત રહી જતી હતી
