Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવતીકાલે પૂણેમાં લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવતીકાલે પૂણેમાં લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવશે. લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય એવોર્ડની શરૂઆત 1983માં કરાઈ હતી. પૂણેના ટિળક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કાર આપવાની શરૂઆત કરાઈ હતી. સ્વતંત્રતા સેનાની એવા લોકમાન્ય ટિળકની પહેલી ઓગસ્ટે પુણ્યતિથિ છે. મહત્વનું છે કે લોકમાન્ય ટિળકની પુણ્યતિથિના દિવસે દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિને આ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. 

    પ્રધાનમંત્રી પહેલી ઓગસ્ટે મહારાષ્ટ્રના પૂણેના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયા PM મોદી પૂણે મેટ્રો રેલવેના બીજા તબક્કાની રેલવે સેવાનો પ્રારંભ કરાવશે. જેનો પ્રધાનમંત્રીએ વર્ષ-2016માં બીજા તબક્કાની કામગીરીનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય પ્રધાનમંત્રી પૂણેના જાણીતા દગડુ શેઠ ગણપતિ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply