આગામી 5 વર્ષમાં એરપોર્ટ-હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરાશે - જ્યોતિરાદિત્ય સિંધિયા
Live TV
-
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે, દેશમાં હવાઈ જોડાણ વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધારીને 200 કરશે. હાલમાં આ સંખ્યા 145 છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે દેશમાં 2013-14 સુધી માત્ર 74 એરપોર્ટ હતા અને છેલ્લા આઠ વર્ષમાં એરપોર્ટ, વોટર એરોડ્રોમ અને હેલીપોર્ટની સંખ્યા વધીને 145 થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું કે, વિમાનનો કાફલો અગાઉ 400થી વધીને હાલમાં 700 થયો છે. દર વર્ષે લગભગ 100 વિમાનો હસ્તગત કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા 1200 સુધી પહોંચવાની આશા છે.
