મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ માટે લોકોને વિચારો રજુ કરવા આમંત્રણ આપ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી 25મી ડિસેમ્બરે પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો રજુ કરવા આમંત્રણ આપ્યું છે. માસિક રેડિયો કાર્યક્રમ માટે પ્રધાનમંત્રીએ કહ્યું કે, લોકો મન કી બાતના આગામી એપિસોડમાં સંબોધિત કરવાના વિષયો પર તેમના વિચારો રજુ કરી શકે છે.
લોકો નમો એપ અથવા માયગોવ ઓપન ફોરમમાં તેમના મંતવ્યો આપી શકે છે. ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પણ ડાયલ કરી શકે છે અને તેમનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરાવી શકે છે. ફોન લાઇન 23મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. લોકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો આપી શકે છે.
