Skip to main content
Settings Settings for Dark

આજથી દેશભરમાં અનલોક-3 લાગુ

Live TV

X
  • આજથી દેશભરમાં અન લોક-3 ની પ્રક્રિયા,શરૂ થઈ ગઈ છે. તેની સાથે જ હાલ માં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જે દીશાનિર્દેશ જાહેર કર્યા હતા તે પણ આજથી લાગુ થઈ ગયાં છે. નવા દિશાનિર્દેશ અનુસાર આર્થિક અને અન્ય પ્રવૃત્તિઓને કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર વધુ છુટ આપવામાં આવી છે. તો રાત્રી કર્ફયૂને સંપૂર્ણ રીતે હટાવી લેવા માં આવ્યો છે. જોકે શાળા-કોલેજ અને કોચિંગ ક્લાસ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. જ્યારે યોગ કેન્દ્રો અને જીમ ને 5 ઓગસ્ટ થી શરૂ કરવા ની મંજુરી અપાઈ છે. સ્વતંત્રતા પર્વ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ના દિશા નિર્દેશ નું પાલન કરીને મનાવવા માં આવશે. આ તરફ દિલ્હી માં અન લોક-3 હેઠળ હોટલો અને સાપ્તાહિક બજાર ને છુટ આપવા ના આમ આદમી પાર્ટીના નિર્ણય ને રાજ્યપાલ અનિલ બૈજલે ફગાવી દીધો છે. બિહાર માં 16 ઓગસ્ટ સુધી લોક ડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ત્યાં રાત ના 10 થી સવાર ના 5 વાગ્યાં સુધી કર્ફયૂ યથાવત રહેશે. ઝારખંડ સરકારે પણ વધતા કોરોના સંક્રમણના કેસ ને લઈ ને 31 ઓગસ્ટ સુધી લોક ડાઉન વધારી દીધું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply