Skip to main content
Settings Settings for Dark

આજથી દેશભરમાં 'હર ઘર તિરંગા' અભિયાનનો પ્રારંભ, PM મોદીએ પ્રોફાઈલ ફોટો બદલીને કરી ખાસ અપીલ

Live TV

X
  • આજથી દેશભરમાં દરેક 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત થઈ છે. આ સમય દરમિયાન, દેશવાસીઓને તેમના ઘરો અને કાર્યાલયો પર ત્રિરંગો લહેરાવવાની અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી (ડિસ્પ્લે પિક્ચર) માં તેમના ફોટાની સાથે તિરંગાનો ફોટો પણ સામેલ કરવાની અપીલ કરવામાં આવી છે. પીએમ મોદી પોતે પોતાના ડીપી પર તિરંગો લગાવીને આ અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન 15 ઓગસ્ટ સુધી ચાલશે.

    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2024 પહેલા 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. PMએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર તેમની પ્રોફાઇલ પિક્ચરને તિરંગાની તસવીર સાથે બદલી છે. 28 જુલાઈના રોજ પ્રસારિત તેમના માસિક 'મન કી બાત' રેડિયોમાં, પીએમ મોદીએ હર ઘર ત્રિરંગા અભિયાન વિશે વાત કરી હતી અને લોકોને harghartiranga.com વેબસાઇટ પર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા વિનંતી કરી હતી. મહત્ત્વનું છે કે,  9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનની શરૂઆત  વર્ષ 2022માં આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી. 

    PM મોદીએ કરી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત

    પોતાનો પ્રોફાઈલ ફોટો બદલવાની સાથે તેમણે એમ પણ લખ્યું કે, "જેમ જેમ આ વર્ષે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો આપણે બધા સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને એક યાદગાર જન આંદોલન બનાવીએ. હું મારો પ્રોફાઈલ ફોટો બદલી રહ્યો છું અને હું તમને બધાને આવું કરવા વિનંતી કરું છું. કે તમે પણ અમારી સાથે ત્રિરંગાની ઉજવણી કરો અને હા, તમારી સેલ્ફી harghartiranga.com પર શેર કરો. આ પહેલા તેમણે ભારત છોડો આંદોલન અંગે પણ ટ્વિટ કર્યું હતું. એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું, "બાપુના નેતૃત્વમાં ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ. તે ખરેખર આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્વપૂર્ણ ક્ષણ હતી."

    હર ઘર તિરંગા અભિયાન 2022 માં શરૂ કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ દેશવાસીઓને તેમના ઘરની છત પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી. આ અભિયાન પહેલા ધ્વજ ફરકાવવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો અને રાત્રે ફરકાવવાની છૂટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, 9 ઓગસ્ટના એક દિવસ પહેલા 8 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું. બીજા જ દિવસથી લોકો આઝાદીની લડાઈમાં જોડાયા અને અંગ્રેજો સામે લડતા રહ્યા. 9મી ઓગસ્ટે શરૂ થયેલું ભારત છોડો ચળવળ 1947માં આઝાદીનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply