પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે
Live TV
-
મહાન આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદજીના સન્માનમાં સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગ્યે ભારત મંડપમ, પ્રગતિ મેદાન ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે. મહાન આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદજીના સન્માનમાં સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે. આચાર્ય શ્રીલ પ્રભુપાદ ગૌડિયા મિશનના સ્થાપક હતા, જેમણે વૈષ્ણવ આસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા અને ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગૌડિયા મિશને શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને વિશ્વભરમાં વૈષ્ણવ ધર્મના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાના પ્રચારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, તેને હરે કૃષ્ણ મૂવમેન્ટનું કેન્દ્ર બનાવ્યું છે.