આજથી "મિશન વંદે ભારત"નો પાંચમો તબક્કો શરૂ
Live TV
-
વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વંદે મિશન ભારતનો પાંચમો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. જે 31 ઓગસ્ટ 2020 સુધી ચાલશે.આ તબક્કામાં દેશના 21 અલગ-અલગ એરપોર્ટથી આશરે 1200 જેટલી ઉડાનો રવાના કરવામાં આવશે,.,.આ ઉડાનો દ્વારા વિદેશોમાં ફસાયેલા 1 લાખ 30 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવશે. વંદે મિશન ભારત અંતર્ગત અત્યાર સુધીમાં 8 લાખ 92 હજારથી વધુ લોકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે. 6 મેથી 30 જુલાઈ સુધી દરમિયાન આ મિશન અંતર્ગત એરઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનો દ્વારા 2 લાખ 67 હજાર 436 યાત્રીને અને અન્ય ચાર્ટડ દ્વારા 4 લાખ 86 હજાર 811 યાત્રીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ભારતે અમેરિકા, ફ્રાન્સ, જર્મની તેમજ કુવૈત સાથે ટ્રાન્સપોર્ટ બબલ્સ સમજૂતિ પર હસ્તાક્ષર પણ કર્યા છે. બીજી તરફ ડીડીસીએ દેશમાં આંતરારાષ્ટ્રીય ઉડાનોની અવરજવર પર 31 ઓગસ્ટ સુધી રોક લગાવી દીધી છે.
