સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરાઈ
Live TV
-
આ પર્વ સમાજમાં પરસ્પર ભાઈચારો અને એકતાને વધુ મજબૂત કરે છે
આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ સમાજમાં પરસ્પર ભાઈચારો અને એકતાને વધુ મજબૂત કરે છે. આ દિવસને મુબારક દિવસ પણ ગણવામાં આવે છે.ઈદ-ઉલ-અઝહાનાં પર્વે કુરબાની દ્વારા વાસ્તવમાં એ વાતનો સંકલ્પ પણ યાદ અપાવે છે કે, ઈશ્વરના બતાવેલા માર્ગ પર ચાલતા માનવી કોઈપણ બલિદાન માટે તૈયાર છે. આ દિવસ દેશ અને સમાજમાં એક બીજા પ્રત્યે હમદર્દી અને ભાઈચારો જાળવી રાખવાનો ઉપદેશ પણ આપે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભકામના પાઠવી હતી અને તેમણે તમામ કોવિડ-19ના અંતર્ગત માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈદ-ઉલ-અઝહાની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાને ઈદ-ઉલ-અઝહાની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ પર્વે બંને દેશો વચ્ચે મજબુત ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયોની યાદ અપાવે છે. પ્રધાનમોદીએ આશા વ્યક્ત કરી છે કે , આ પર્વે બંને દેશો વચ્ચે શાંતિ અને સદભાવાનાની સાથે પરસ્પરના સંબંધોને વધુ મજબુત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશને કોવિડ-19 સામેની લડાઈમાં શક્ય તમામ મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
