કોરોના વાયરસ અંગે મંત્રી સમુહની 19 મી ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હી માં કોવિડ-19 અંગે મંત્રી સમુહ ની 19 મી ઉચ્ચસ્તરીય બેઠક ની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક માં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી ,હર દીપ સિંહ પુરી, આરોગ્ય રાજ્ય મંત્રી ,અશ્વિનીકુમાર ચૌબે અને ગૃહ રાજ્ય મંત્રી ,નિત્યાનંદ રોય પણ હાજર હતા.આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માં સ્વસ્થ થનારા વ્યક્તિઓની સંખ્યા દસ લાખ થી ઉપર પહોંચાડી ને ભારતે એક મોટી ઉપલબદ્ધિ મેળવી છે. ભારત માં રિકવરી રેટ હવે 64.54 ટકા જેટલો થયો છે. તો સાથે જ તેમણે જણાવ્યું કે, ભારત માં સંક્રમણ ને કારણે મૃત્યુ દર માં પણ ઘટાડો નોંધાયો છે. હાલ દેશ માં 2.18 ટકા મૃત્યુદર છે. જે દુનિયા માં સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશો માં સામેલ છે. આ બેઠક માં મંત્રી મંડળ ને પીપીઈ કીટ, માસ્ક અને વેંટિલેટર ના ઘરેલુ નિર્માણ ની ક્ષમતાઓ અંગે પણ જાણકારી આપવા માં આવી હતી.
