Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનું કર્યું ઉદ્ધાટન

Live TV

X
  • શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા નિખારવાની તક આપી છે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરશે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કરશે. સતત 36 કલાક સુધી ચાલનારા આ હેકાથોનમાં આશરે 10 હજારથી વધુ લોકો ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઉપર પણ વક્તવ્ય આપશે અને ભાગ લેનારા સ્પર્ધકો સાથે સંવાદ કરશે. કોવિડ-19 મહામારીના કારણે હેકાથોનના ચોથા તબક્કાનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં દેશભરના વિદ્યાર્થીઓ સમાજની વિવિધ સમસ્યાઓનાં નવાચાર માટે ડીજીટલ સામાધાન શોધવાનો પ્રયાસ કરશે. મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2017માં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનાં પ્રથમ સંસ્કરણમાં 42 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply