Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેના પ્રતિસ્પર્ધકોને કર્યા સંબોધિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઇ રહેલા પ્રતિસ્પર્ધકોને સંબોધન કર્યું હતું.. .ડેટા ડ્રાઇવ સોલ્યુશન્સથી હેલ્થકેરમાં મોટો ફેરફાર છે. જેના કારણે આપણે ગરીબથી ગરીબ અને દૂરના ગામો સુધી પોસાય અને વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળની વ્યવસ્થા પહોંચી શકીએ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું..

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના ભવ્ય સમાપનને સંબોધન કર્યુ હતુ.. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનો સાથે તકનીકીના વધુ સારા ઉપયોગ અને નવીનતા અંગે ચર્ચા કરી હતી... 'સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન' દેશ અને તેના પડકારોને ઉકેલવા માટે નવી અને ડિજિટલ ટેકનોલોજીને નવીનતાઓને ઓળખવાની પહેલ છે. ડેટા ડ્રાઇવ સોલ્યુશન્સથી હેલ્થકેરમાં મોટો ફેરફાર છે. જેના કારણે આપણે ગરીબથી ગરીબ અને દૂરના ગામો સુધી પોસાય અને વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળની વ્યવસ્થા પહોંચી શકીએ તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઇ રહેલા પ્રતિસ્પર્ધકોના સંબોધન દરમિયાન કહ્યું હતું..

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુંકે ભારતે વિશ્વને એકથી એક ચઢિયાતા વૈજ્ઞાનિકો, સંશોધકો અને ટેકનોક્રેટ આપ્યાં છે.એકવીસમી સદી મુજબ ભારતે તેને બદલવું પડશે..વિકાસ, નવીનતા, સાહસ માટે જરૂરી ઇકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું..

    આ વર્ષના હેકાથોનમાં યુરોપ પછીના કોરોના વિશ્વ સાથે સંબંધિત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ષ 2017 માં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની પ્રથમ આવૃત્તિમાં 42,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંખ્યા વર્ષ 2018 માં એક લાખ અને 2019 માં 2 લાખ થઈ ગઈ છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020 ના પહેલા રાઉન્ડમાં 4.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના કારણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવાનોની ઉત્સુકતા દર્શાવે છેતેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply