આજે નવી દિલ્હીના વિજય ચોક પર બિટિંગ ધ રિટ્રીટ સેરેમની યોજાશે
Live TV
-
નવી દિલ્હીના વિજય ચોક પર બિટિંગ ધ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સામેલ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે. આ સેરિમનીમાં દેશના સૌથી મોટા દ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3,500થી વધુ સ્વદેશી ડ્રોન આસમાનમાં જોવા મળશે. ડ્રોનના માધ્યમથી કેટલીક રાષ્ટ્રીય કલાકૃતિયો તથા ઘટનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નોર્થ અને સાઉથ બ્લોકમાં પ્રથમ વખત 3-ડી એનામોર્ફિક પ્રોજેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
