પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 97મી વખત 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 97મી વખત 'મન કી બાત' કાર્યક્રમમાં દેશને સંબોધિત કર્યો. પ્રધાનમંત્રીએ 'મન કી બાત'માં ગણતંત્ર દિવસ, G-20 સમિટ, ક્લાઈમેટ ચેન્જ, ઠંડી અને જમ્મુ કાશ્મીરમાં થયેલી બરફ વર્ષા, સ્નો ક્રિકેટ અંગે ચર્ચા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં પ્રથમ વખત આજે 'મન કી બાત' થકી રેડિયો પરથી દેશને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસ અંગે વાત કરી. પીએમ મોદીએ કહ્યું, 26મી જાન્યુઆરીએ પરેડ દરમિયાન કર્તવ્ય પથનું નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ખુશી થઈ. પરેડમાં પ્રથમ વખત ભાગ લેનારી વુમન કેમલ રાઈડર અને CRPFમાં મહિલા ટુકડીના વખાણ કર્યા.પ્રધાનમંત્રીએ જનજાતિ માટે કામ કરનારા મહાનુભાવો હીરાબાઈ લોબી, રતન ચંન્દ્રકાર, ઈશ્વરચંન્દ્ર વર્માને યાદ કર્યા હતા. પીએમએ જનજાતિ સમુદાયનું યોગદાન દેશ અને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યુ. નોર્થ ઈસ્ટમાં સંસ્કૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનારા રામકુઈવાંગબે, બિક્રમ બહાદુર, કરમા વાંગચુને પણ યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોને પણ યાદ કર્યા. જેમાં સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શ કરનારા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. દેશ માટે સમર્પિત થઈ કાર્ય કરનારા પદ્મ પુરસ્કાર વિજેતાઓને દેશનું ગૌરવ વધારનારા ગણાવ્યા. લોકોને પદ્મ વિજેતાઓના જીવનને વિસ્તારથી જાણવા માટે લોકોને અનુરોધ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ આંધ્ર પ્રદેશના કે.વી રામાસુબ્બા રેડ્ડીને યાદ કર્યા. જેમણે MILLETS માટે સારા પગારની નોકરી છોડી પોતાના ગામના બજારમાં અલગ અલગ વ્યજંનોનું પ્રોસેસિંગ યુનિટ શરુ કર્યું. ઉપરાંત છત્તીસગઢના રાયગઢ ખાતે મિલેટ કાફેની વાનગીઓ જેવી કે મોમોસ, પિત્ઝા, મન્યુરિયન, ઢોસા વિશે ચર્ચા કરી.
પીએમે જી-20 સમિટ અંગે વાત કરી. પીએમએ કહ્યું, આજે દેશના દરેક ખુણે જી-20 સમિટની ચર્ચા થઈ રહી છે. MILLET થકી બનેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યજંનો આજે દેશના દરેક ખુણે બની રહ્યા છે. MILLET થકી બનેલા વ્યજંનોમાં ખીચડી, પૌઆ, ખીર, રોટલી જેવા વ્યજંનો પણ સામેલ છે. દેશમાં બનતા MILLETની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
પ્રધાનમંત્રીએ બેંગલોરની 'ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ' ના વખાણ કર્યા. વર્ષ 2022માં આ સંસ્થાના નામે કુલ 145 પેર્ટન રહ્યા છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતની રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં ભારત 80મા ક્રમે હતું. જયારે આજે 40મા ક્રમે પહોંચ્યું છે.
મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ક્લાઈમેન્ટ ચેન્જ વિશે પણ વાત કરી. પીએમ મોદીએ વેટલેન્ડ અંગે જણાવતા કહ્યું, ભારતે વેટલેન્ડ અંગે ધણુ સારુ કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ દેશમાં પડેલી ઠંડી અને જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાના સુંદર દ્રશ્યો અને સ્નો ક્રિકેટ વિશે વાત કરી. લોકોને અપીલ કરી કે, જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન સમય કાઢીને 'સ્નો ક્રિકેટ' નિહાળવા જાય. અંતમાં પ્રધાનમંત્રી મોદીએ 'સબકા પ્રયાસ' , 'દેશ પ્રતિ પોતાના કર્તવ્યો સમજી દેશના વિકાસમાં ભાગીદાર થવા અપીલ કરી.
