Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના ઉદ્યાન ઉત્સવનું ઉદઘાટન કર્યું

Live TV

X
  • 28 થી 31 માર્ચ સુધી વિશેષ શ્રેણીના દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના ઉદ્યાન ઉત્સવનું ઉદઘાટન કર્યું છે. આ ઉદ્યાન સામાન્ય જનતા માટે સોમવાર સિવાયના દિવસોમાં 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે. આ ઉદ્યાનમાં અન્ય આકર્ષણોની સાથે આ ઉદ્યાનમાં તુલિપના ફૂલોની સમયાંતરે ખીલતી 12 પ્રજાતિ જોવા મળશે. આ ઉદ્યાન લગભગ બે મહિના માટે ખુલ્લો રહેશે. સ્વતંત્રતાના 75 વર્ષના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ ઉદ્યાનને અમૃત ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.

    28 થી 31 માર્ચ સુધી વિશેષ શ્રેણીના દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. 28 માર્ચના રોજ ખેડૂત, 29 માર્ચના રોજ દિવ્યાંગજન, 30 માર્ચના રોજ રક્ષાબળ, સૈનિક અને પોલીસકર્મીઓ અને 31 માર્ચના રોજ સ્વયં સહાયતા સમૂહોની જનજાતીય મહિલાઓ માટે આ ઉદ્યાન ખુલ્લો રહેશે. દર્શકો માટે દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી 6 સ્લોટ રાખવામાં આવ્યા છે. ઓનલાઈન બુકિંગના માધ્યમથી સ્લોટ બુક કરી શકાય છે. આ બુકિંગ www.rashtrapatisachivalaya.gov.in વેબસાઈટ પરથી કરી શકાય છે. જે માટે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નં-12 પાસે સુવિધા કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દર્શકોએ રાષ્ટ્રપતિ એસ્ટેટ દ્વાર-35 પરથી પ્રવેશ કરવાનો રહેશે અને ત્યાંથી જ બહાર નીકળવાનું રહેશે.

    રાષ્ટ્રપતિ ભવનનો ઉદ્યાન જોવાની સાથે બુધવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવન જોઈ શકાશે. મંગળવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવનનું સંગ્રહાલય પણ જોઈ શકાય છે. ઉપરાંત શનિવારના રોજ રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચેંજ ઓફ ગાર્ડ સમારોહને પણ જોઈ શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply