આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનો પર્વ રક્ષાબંધન,રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી
આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકનો તહેવાર રક્ષા બંધન. દર વર્ષે શ્રાવણ માસની પૂનમે આ તહેવાર ઉજવવામાં આવે છે. તેથી તેને શ્રાવણી પણ કહેવાય છે. આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધે છે. આ સાથે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા માટેનું પ્રણ લે છે. જે ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે. આ વર્ષે રક્ષા બંધનનો તહેવાર કોરોનાની વચ્ચે યોજાઈ રહ્યો છે. ત્યારે સામાજિક અંતર અને કોરોના વાયરસના બચાવના અન્ય ઉપાયોની સાથે રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
