જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહ્યો છે દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ
Live TV
-
આવતા વર્ષે બ્રિજ તૈયાર થઈ જશે, બ્રિજની ઉંચાઈ 467 મીટર
જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર નિર્માણ થઈ રહેલો દુનિયાનો સૌથી ઉંચા રેલવે બ્રિજ આવતા વર્ષે તૈયાર થઈ જશે..રેલમંત્રી પિયુષ ગોયલે આ અંગે ટ્વીટર પર એક અહેવાલ પોસ્ટ કર્યો છે..આ રિપોર્ટ પ્રમાણે બ્રિજનું કાર્ય પૂર્ણ થયા બાદ 2022 સુધી કાશ્મીર ઘાટીને સમગ્ર ભારત સાથે જોડી દેવામાં આવશે..આ પુલની ઉંચાઈ 467 મીટર છે..અને તે નદીના તટથી 359 મીટર ઉંચો છે..બ્રિજની ઉંચાઈનો અંદાજ પરથી આવી શકે કે દિલ્હીના કુતુબમીનારની ઉંચાઈ 72 મીટર અને પેરિસના એફિલ ટાવરની ઉંચાઈ 324 મીટર છે..જમ્મુ-કાશ્મીરમાં આ પહેલા ઉધમપુર-કટરા (25 કીમી, બનિહાલ-કાજીગુંડ(18 કિમી), અને કાજીગુંડ-બારામુલા (118 કિમી) સેક્શન પહેલા જ ખોલી દેવામાં આવ્યુ છે..હાલમાં છેલ્લે કટરા-બનિહાલ સેક્શન(111 કિમી)નું કાર્ય ચાલી રહ્યુ છે..આ સેક્શનને પણ ડિસેમ્બર 2022 સુધી ખોલવાની તૈયારી છે..આ સેક્શનમાં 174 કિલોમીટરની સુરંગમાંથી 126 કિલોમીટરનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે..
