કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, ટ્વીટ કરી જાણકારી આપી
Live TV
-
ગૃહમંત્રીએ સંપર્કમાં આવનારા લોકોને , ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ગૃહમંત્રીએ જણાવ્યુ , કે શરૂઆતના લક્ષણો જોતા , મે ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો છે. હાલ મારી તબિયત સારી છે , પરંતુ ડોક્ટરની સલાહથી , હું હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યો છુ. ગૃહમંત્રીએ સંપર્કમાં આવનારા લોકોને , ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે. બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડાએ , ગૃહમંત્રી અમિત શાહ જલ્દી સાજા થાય , તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.
બીજી તરફ અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે..ઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી હતી કે તે કોરોના પોઝિટિવ છે અને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ગયા છે. થોડા સમય પછી અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર પણ આવ્યા. ત્યારબાદ બીજા દિવસે જ એશ્વર્યા, આરાધ્યા અને જયા બચ્ચનનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બીજા દિવસે રિપોર્ટ આવ્યો કે એશ્વર્યા અને આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.14 જુલાઈએ સમાચાર આવ્યા હતાં કે એશ્વર્યા રાય અને તેની પુત્રી કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી 27 જૂલાઈએ મા-દીકરીએ કોરોનાને માત આપી જલસામાં તેમના ઘરે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હવે 2 ઓગસ્ટે બીગ બીને પણ કોરોના નેગેટિવ આવ્યો છે.
