આજે મણિપુર, ત્રિપુરા અને મેઘાલયનો સ્થાપના દિવસ, PMએ શુભેચ્છા પાઠવી
Live TV
-
આજે મણિપુર, ત્રિપુરા અને મેઘાલય એમ ત્રણેય રાજ્યોનો સ્થાપના દિવસ છે. આ ત્રણેય રાજ્યોની સ્થાપના 21 જાન્યુઆરી 1972માં કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોના સ્થાપના દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ મૂર્મુએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમની ટ્વિટમાં લખ્યું છે કે, મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને તેમના સ્થાપના દિવસે ખૂબ શુભેચ્છાઓ. આ રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિ, કુદરતી સુંદરતા અને પરંપરાઓ આપણા દેશને સમૃદ્ધ કરે છે. આ રાજ્યોના લોકો તેમની પ્રતિભા અને સરળતાના કારણે ઓળખાય છે. હું તેમના ઉજવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરુ છું.
Greetings on the statehood day of Manipur, Meghalaya and Tripura. The rich culture, natural beauty and abiding traditions of these states enrich our diversity. The people of these states are known for their talent and spontaneity. I wish a very bright future to all of them.
— President of India (@rashtrapatibhvn) January 21, 2023
21 જાન્યુઆરી, 1972ના રોજ મણિપુર, ત્રિપુરા અને મેઘાલય એમ ત્રણ રાજ્યોની રચના કરવામાં આવી હતી. ભારતમાં આઝાદી પછી આ રાજ્યોને દેશના પ્રજાસત્તાકમાં ભેળવી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે આ ત્રણ ભાગ સ્વતંત્ર રાજ્યો બન્યા નહોતા. પરંતુ 1972માં પૂર્વોત્તર (પુનર્ગઠન) 1971 હેઠળ મેઘાલય, મણિપુર અને ત્રિપુરા એમ ત્રણ રાજ્યો 21 જાન્યુઆરી, 1972ના રોજ અસ્તિત્વમાં આવ્યા હતા.
જૂના આસામના બે જિલ્લા ભેળવી મેઘાલયની રચના કરાઈ
મેઘાલયની રચના જૂના આસામ રાજ્યના બે જિલ્લાઓને ભેળવીને કરવામાં આવી હતી. એક જિલ્લો ખાસી પર્વતો અને જયંતીયા પર્વતોથી બનેલો હતો જ્યારે બીજો જિલ્લો ગારો પર્વતોથી બનેલો હતો. તેમને જોડીને જ મેઘાલયની રચના 21 જાન્યુઆરી, 1972ના રોજ કરવામાં આવી હતી. તેનો વિસ્તાર 22430 ચોરસ કિલોમીટર છે. તે ટોચ પર આસામ અને તળિયે બાંગ્લાદેશની સરહદે મળે છે.મણિપુર 1956માં કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું
મણિપુરને 1956માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. ઉત્તરમાં નાગાલેન્ડ, દક્ષિણમાં મિઝોરમ અને પશ્ચિમમાં આસામ અને પૂર્વમાં મ્યાનમાર સાથે સરહદ ધરાવતા મણિપુરનો વિસ્તાર 22.347 ચોરસ કિલોમીટર છે. ઘાટમાં રહેતા મિતાઈ જનજાતિના લોકો વધુ છે. તેમની મેઈટિલોન ભાષાને મણિપુરી ભાષા કહેવામાં આવે છે. મણિપુરથી જ એક રસ્તો મ્યાનમાર જાય છે.ત્રિપુરા ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય
માત્ર 10491 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતું ત્રિપુરા ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય છે. તે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તે પૂર્વમાં આસામ અને મિઝોરમની સરહદે લાગે છે. તે 1808માં બ્રિટિશરોએ જીત્યું હતું, પરંતુ તે સ્વ-શાસિત રાજ્ય રહ્યું હતું. 1949માં તે ભારતનું સી સ્ટેટ બન્યું.
