Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત, 5ના મોત-15 ઘાયલ

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સર્જાયેલી સડક દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નોંધાયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. એક વાહન 150 ઉંડી ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બિલાવલ વિસ્તારમાં ધનુ પેરોલ નજીક આ દુર્ઘટના સર્જાઇ હતી. વહીવટીતંત્રના અધિકારીઓએ સ્થળ પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

    પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના શુક્રવારે મોડી રાતે બિલ્લાવરના સિલા ગામમાં થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અહીં એક વળાંક વખતે બસે નિયંત્રણ ગુમાવ્યું હતું. ઘટના સમયે જ 60 વર્ષના મહિલા સહિત 4 લોકોના ત્યાં જ મોત થયા હતા. જ્યારે બાકીના 16 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા તે દરમિયાન એક મુસાફરનું મોત થયું હતું. ઘાયલોમાં હજી પણ અમુક લોકોની હાલત ગંભીર છે. આ સંજોગોમાં મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. જ્યારે અમુક લોકોને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply