Skip to main content
Settings Settings for Dark

NIA એ ભાજપ કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારુ મર્ડર કેસમાં 20 આરોપી સામે દાખલ કરી ચાર્જશીટ

Live TV

X
  • રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ભાજપ યુવા મોરચાના નેતા પ્રવિણ નેટ્ટારુની હત્યા મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં NIA એ 20 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. ગત વર્ષ 26 જુલાઈએ લોકોમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્યથી PFIના બે લોકોએ પ્રવિણ નેટ્ટારુની હત્યા કરી હતી. NIAની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા કરાયા છે. NIA એ PFI પર સમાજ પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. NIA જણાવ્યું છે કે PFI એ 2047 સુધી ઈસ્લામક શાસન સ્થાપિત કરવાના એજન્ડા હેઠળ લોકોની હત્યાઓને અંજામ આપવા કીલર સ્કવોર્ડ નામે ગુપ્ત ટીમોની રચના કરી હતી.  NIA એ ગત દિવસોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે સભ્યો સામે પાંચ-પાંચ લાખ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. 

    ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, PFI આ ગ્રૂપના અમુક સભ્યોને અમુક ખાસ સમુદાય અને સંબંધિત વ્યક્તિઓ અને નેતાઓની ઓળખ કરવા અને તેમના પર નજર રાખવા માટે હથિયાર અને જાસુસીની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

    સંગઠનની બેઠકમાં જિલ્લા સેવા દળના પ્રમુખ મુસ્તફા પચરને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ખાસ સમુદાયના પ્રમુખ સભ્યની ઓળખ કરે અને તેમને ટાર્ગેટ કરે . તે પ્રમાણે ચાર લોકોની ઓળખ કરવામાં આવી અને તેમાંથી પણ પ્રવીણ નેતારુને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તેઓ ભાજપ યુવા મોર્ચાના સભ્ય હતા. તેમના પર ઘાતક હથિયારથી હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply