Skip to main content
Settings Settings for Dark

આજે મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

Live TV

X
  • આજે મહારાષ્ટ્રમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી, દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી

    કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. તેલંગણા, આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો તથા પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસુ આગળ વધે તેવી સંભાવના છે.

    આ ઉપરાંત પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો તથા પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ ધૂળ સાથે પવન ફૂંકાઇને હળવો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના આસપાસના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લૂની સંભાવના પણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply