સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે નરેન્દ્ર મોદી
Live TV
-
સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણીમાં જીત બાદ NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો હતો.
NDA નેતા નરેન્દ્ર મોદી ફરી એકવાર 9 જૂને પ્રધાનમંત્રી પદના શપથ લેશે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. જેની તૈયારીને લઇને આજે રાષ્ટ્રપતિ ભવનમાં ચેન્જ ઓફ ગાર્ડ નહી કરવામાં આવે. નેપાળના પ્રધાનમંત્રી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા રવિવારે ભારત આવશે. દિલ્હીમાં શપથગ્રહણ સમારોહને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં વિદેશી દિગ્ગજો પણ હાજરી આપવા ભારત આવશે.
