Skip to main content
Settings Settings for Dark

આજે 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસ પર દિલ્હીમાં થશે મુખ્ય સમારોહ

Live TV

X
  • આજે દેશમાં 13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ છે- નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર- એટલે કે મતદાન બેમિસાલ છે, હું જરૂરથી મત આપું છું. આજના દિવસે એટલે કે 25મી જાન્યુઆરી, 1950ના દિવસે ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યો હતો. પરંતુ 2011માં પ્રથમવાર રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવ્યો હતો. આજના દિવસે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે યુવાઓને મતદાન પ્રતિ ઉદાસીનતા દૂર કરીને પોતાના મતદાનની તાકાતને સમજવાની અપીલ કરી છે. તેઓએ યુવાઓને મતદાન અવશ્ય કરવા માટે કહ્યું છે. આજે આ પ્રસંગે ચૂંટણી પંચ તરફથી દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ થશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ વર્ષ 2022 માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે. રાજ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓને 2022 દરમિયાન ચૂંટણી સંચાલનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા માટે સર્વશ્રેષ્ઠ ચૂંટણીપ્રથાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply