બાંગ્લાદેશની હાઇકોર્ટે ઐતિહાસિક ચૂકાદો, વાલી તરીકે માતાનું નામ સ્વીકાર્ય
Live TV
-
બાંગ્લાદેશની હાઇકોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ ચુકાદામાં કોઈ વ્યક્તિ પિતાના નામનો ઉલ્લેખ ન કરવા માગતો હોય અથવા તો કોઇ કારણોસર આમ કરવામાં અસમર્થ હોય તો શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ કાનુની વાલી તરીકે સ્વીકારવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય જસ્ટીસ નઇમા હૈદર અને જસ્ટીસ ખૈરુલ અલામની હાઇકોર્ટ ડિવિઝન બેંચે આપ્યો હતો. જજના જણાવ્યા અનુસાર બંધારણ મુજબ દરેકને શિક્ષણ અને રોજગાર મેળવવાનો હકદાર છે. સ્ટૂડન્ટ પિતાના બદલે માતાનું નામ લખાવવા ઈચ્છે તો માતાને કાનુની વાલી તરીકે સ્વીકારવામાં આવશે.
