Skip to main content
Settings Settings for Dark

આતંકવાદની વિરુદ્ધ સાથે મળીને લડશે ઇજિપ્ત અને ભારત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંન્ને વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઈ હતી. સાથે બંને દેશ વચ્ચે પ્રતિનિધિ મંડળની પણ બેઠક પણ યોજાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હતું કે, ભારત અને ઇજિપ્ત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાં સામેલ છે. હજારો વર્ષોથી અમારો સતત સંબંધ છે. 4000 વર્ષ પહેલાં ઇજિપ્ત સાથેનો વેપાર ગુજરાતના લોથલ બંદર દ્વારા થતો હતો અને વિશ્વમાં વિવિધ ફેરફારો હોવા છતાં અમારા સંબંધો સ્થિર રહ્યા છે અને અમારો સહયોગ સતત મજબૂત થયો છે. આ વર્ષે ભારતે તેના G20 પ્રેસિડેન્સી દરમિયાન ઇજિપ્તને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપ્યું છે, જે અમારી વિશેષ મિત્રતાને દર્શાવે છે.

    પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ મીટિંગ દરમિયાન કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં દ્વિપક્ષીય ભાગીદારીને "વ્યૂહાત્મક ભાગીદારી"ના સ્તરે ઉન્નત કરવાનો, જકીય, સુરક્ષા, આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં વધુ સહકારનું લાંબા ગાળાનું માળખું વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ઈજિપ્ત વિશ્વભરમાં થઈ રહેલા આતંકવાદના ફેલાવાને લઈને ચિંતિત છે. અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી ગંભીર સુરક્ષા ખતરો છે. બંને દેશો એ વાત પર પણ સહમત છે કે સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે સંયુક્ત કાર્યવાહી જરૂરી છે અને આ માટે અમે સાથે મળીને આંતરરાષ્ટ્રીય સમુદાયને એલર્ટ કરવાનો પ્રયાસ ચાલુ રાખીશું. જૂના સબંધ ધરાવતા બંને દેશ આવનારા દિવસોમાં સાથે મળી આતંકવાદને નાથવા પ્રયાસ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply