શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં પળાશે 2 મિનિટનું મૌન
Live TV
-
શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર એટલે 30મી જાન્યુઆરી સોમવારે સવારે 11:00 કલાકે 2 મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ 2 મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવામાં સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં 2 મિનિટ સાયરન વગાડી કે તોપ ફોડી મૌન પાળવાની સૂચના આપવામાં આવશે. મૌન બાદ ફરીથી સાયરન વાગશે ત્યાર બાદ રાબેતા મુજબ કામકાજ શરુ કરવાનું રહેશે.
