ઉત્તરભારતમાં ભારે હિમવર્ષાથી જન જીવન ખોરવાયું, ટ્રેનો નિયત સમય કરતા મોડી ચાલી રહી છે
Live TV
-
ઉત્તરભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાં બરફવર્ષા સાથે સહેલાણીઓ પણ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. તો એડવેન્ચર રસિકો થીજી ગયેલા દાલ લેકની સાથે પહેલગામમાં સ્કીઈંગની પણ મજા માણી રહ્યા છે. સહેલાણીઓ બરફવર્ષા માણતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં જાન્યુઆરીના અંત સુધી ઠંડીનું મોજુ યથાવત રહેશે. ભારે હીમ વર્ષા અને ધુમ્મસને પગલે ઉત્તર ભારત તરફની 17 જેટલી ટ્રેનો નિયત સમય કરતા દોઢ કલાકથી 3 કલાક સુધી મોડી ચાલી રહી છે. જેમાં કામાખ્યા-દિલ્હી મેલ, બરૌની-નવી દિલ્લી સ્પેશિયલ ટ્રેન, કાનપુર-દિલ્લી એક્સપ્રેસ,હાવરા-દિલ્લી એક્સપ્રેસ, બનારસ-દિલ્લી કાશી વિશ્વનાથ એક્સપ્રેસ સહિતની 17 ટ્રેન ધુમ્મસના કારણે મોડી ચાલી રહી છે.
