આજે BSI સેન્સેક્સ 980ના ઘટાડા સાથે 59,845 પર બંધ, નિફ્ટી 320ના ઘટાડા સાથે 17,806 પર બંધ
Live TV
-
ભારતીય શેરબજાર માટે શુક્રવાર "બ્લેક ફ્રાઈડે" બની રહ્યો. ખાસ કરીને કોરોના સંક્રમણની શક્યતાને કારણે માત્ર ભારત જ નહીં,,, પરંતુ વિશ્વના અન્ય બજારો પણ નેગેટીવ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. વૈશ્વિક મંદીને પગલે BSE નો સૂચકાંક 980 પોઈન્ટ ઘટી 59 હજાર 845 પર જ્યારે NSE નો નિફ્ટી 320 પોઈન્ટ ઘટી 17 હજાર 806 પર બંધ રહ્યો હતો. ઈનટેલ, માઈક્રોસોફટ, એપલ, કેટરપિલરના શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું અને વેરીઝોન, નાઈકી, P & G ના શેરો લીલા નિશાન સાથે બંધ થયા હતા.
