વિદેશથી આવતા મુસાફરો પૈકી બે ટકા મુસાફરોનું આવતીકાલથી કોવિડ પરીક્ષણ કરાશે
Live TV
-
કેન્દ્ર સરકારે કોવિડ સામેની તકેદારીના ભાગરૂપે વિદેશથી આવતા વિમાન મુસાફરો પૈકી બે ટકા મુસાફરોના કોવિડ પરીક્ષણ આવતીકાલથી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે વિમાન કંપનીઓએ પરિક્ષણ હેતુથી સેમ્પલ લેવા માટે મુસાફરોની પસંદગી કરવાની રહેશે, જે મુસાફરોનો ટેસ્ટ પોઝિટિવ આવે તેની માહિતી સંકલીત રોગ દેખરેખ કાર્યક્રમને આપવાની રહેશે. પોઝિટિવ પુરવાર થયેલા સેમ્પલોને જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવાના રહેશે. શ્રી ભુષણે જણાવ્યું કે, આરોગ્ય મંત્રાલય આ પરીક્ષણનો ખર્ચ ઉપાડશે, જે તમામ આંતરરાષ્ટ્રીય વિમાન મથકોએ એક સમાન રહેશે.
