સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઇ
Live TV
-
સંસદના બંને ગૃહોની કાર્યવાહી શિયાળુ સત્રના નિર્ધારીત સમય કરતાં છ દિવસ વહેલાં અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઇ છે. લોકસભામાં આજે સવારે ગૃહની બેઠક મળતાં જ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમના સમાપન સંબોધનમાં શ્રી બિરલાએ કહ્યું કે, શિયાળુ સત્રમાં લોકસભાની 13 બેઠકો યોજાઇ હતી. જેમાં રજુ કરાયેલા નવ પૈકી 7 વિધેયકોને બહાલી આપવામાં આવી છે. એ જ રીતે રાજ્યસભાની બેઠક પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઇ છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સત્ર દરમિયાન નવ વિધેયકોને બહાલી આપવામાં આવી છે.
