Skip to main content
Settings Settings for Dark

આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલી 40 વેબસાઈટને બંધ કરવાનો મોટો નિર્ણય

Live TV

X
  • કેન્દ્રીય ઈલેકટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે આઈટી કાયદા અંતર્ગત ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સંગઠનને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

    આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલી 40 વેબસાઈટને બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ઈલેકટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે આઈટી કાયદા અંતર્ગત ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સંગઠનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સપ્તાહમાં જ 9 વ્યક્તિઓને ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ અંતર્ગત આતંકવાદી જાહેર કર્યા છે. આ યાદીમાં ગેરકાયદે સંસ્થા શીખ ફોર જસ્ટિસના પ્રમુખ સભ્ય ગુરુપતવંત સિંહ પન્નુન પણ સામેલ છે જે અમેરિકામાં રહે છે. દેશમાં અનેક આંતકવાદી ગતિવિધિ ચાલવાની આશંકાએ આ સંગઠનને પહેલા જ ડામી દેવાનો પ્રયાસ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply