કોરોનાના કેસના પગલે તાજમહેલ બંધ રાખવાનો લેવાયો નિર્ણય
Live TV
-
કોરોના વાયરસના સંક્રમણને પગલે બંધ કરવામાં આવેલા તમામ સ્મારકો 6 જુલાઈથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. ઉત્તરપ્રદેશના આગ્રામાં કોરોના વાયરસના વધતા કેસના પગલે ઐતિહાસિક સ્મારક તાજમહેલ નહીં ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આગ્રાના ડીએમ પ્રભુ એન સિંહના જણાવ્યા પ્રમાણે સ્થિતિને ધ્યાનમાં રાખી તાજમહેલની સાથે સાથે આગ્રા કિલ્લો, અકબર કા મકબરા જેવા અન્ય ઐતિહાસિક સ્મારકો પણ બંધ રાખવામાં આવશે. છેલ્લા 4 દિવસથી કોરોનાના નવા 55 કેસ નોંધાયા છે, તો સમગ્ર શહેરમાં 71 કન્ટેન્ટમેન્ટ ઝોન છે, જેના પગલે તાજમહેલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
