આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલનો પણ ચાર્જ સોંપાયો
Live TV
-
85 વર્ષીય લાલજી ટંડન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાષ્ટ્રપતિ ભવનની યાદી પ્રમાણે લાલજી ટંડનની ગેરહાજરીમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. 85 વર્ષિય ટંડન 11 જૂનથી લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતના રાષ્ટ્રપતિએ લાલજી ટંડનની ગેરહાજરીમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલના કાર્યની વધારાની જવાબદારી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને આપવામાં આવી છે.
