જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકવાદી ઠાર કર્યા
Live TV
-
આતંકવાદીઓ ઘરમાં છુપાઈને ફાયરિંગ કરતા હતા, હજુ પણ કેટલાક આતંકવાદી છુપાયા હોવાની શંકા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સેક્ટરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. જેમા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. હાલ ફાયરિંગ રોકી દેવામાં આવ્યું છે પરંતુ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને રાખ્યો છે. હજુ પણ કેટલાક આતંકવાદી છુપાયા હોઈ શકે છે, જેમને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અનંતનાગ સેક્ટરમાં આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા હતા.ગોળી છુટવાનો અવાજ આવતા જ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા.
