આરોગ્ય સેતુ એપના સોર્સ કોડને ઓપન મુકાયો
Live TV
-
દેશમાં આરોગ્ય સેતુ એપમાં ડેટા ગોપનીયતાને મુદ્દે સરકારે આરોપોનું ખંડન કરતાં એપના સોર્સ કોડને તપાસ માટે ખુલ્લો મુકી દીધો છે. હવે કોઇપણ વ્યક્તિ કે ડેવલપર તેની તપાસ કરીને તેમા રહેલી ખામીને પડકારી શકે છે. એપમાં રહેલી સુરક્ષા ખામીઓને શોધી કાઢનારને પુરસ્કાર આપવાની પણ જાહેરાત થઇ છે. સરકારે 2 એપ્રિલના રોજ બ્લ્યુટુથ આધારિત આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી હતી. આ એપ લોકોને વાયરસથી સતર્ક રહેવા સંબંધી જાણકારી આપે છે. 11 કરોડથી વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ 12 ભાષામાં ઉપલબ્ધ છે. સરકારનું કહેવું છે કે ડેટા સુનિશ્ચિત કરવા માટે એપમાં પુરતી સુવિધા છે.
