આસામમાં પુરપ્રકોપના કારણે 24 જિલ્લાના 24 લાખ લોકો અસરગ્રસ્ત
Live TV
-
આસામમાં પુરની પરસ્થિતિ ફરી એક વખત ચિંતાજનક બની છે. પુરપ્રકોપના કારણે 24 જિલ્લાના 24 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત 1 લાખ 9 હજાર હેક્ટરથી વધુની વાવણી લાયક જમીનને પુરના પાણીના કારણે નુકસાન પહોંચ્યું
આસામમાં પુરની પરસ્થિતિ ફરી એક વખત ચિંતાજનક બની છે. પુરપ્રકોપના કારણે 24 જિલ્લાના 24 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત 1 લાખ 9 હજાર હેક્ટરથી વધુની વાવણી લાયક જમીનને પુરના પાણીના કારણે નુકસાન પહોંચ્યું છે. તો પુરના કારણે વધુ એક વ્યક્તિનું મોત થતાં રાજ્યમાં જીવ ગુમાવાનારાઓની સંખ્યા 85 થઈ છે. એમાં પણ ભૂસ્ખલનના કારણે 111 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યના પાંચ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.રાજ્યમાં 276 રાહત શિબિરોમાં આશરે 48 હજાર લોકોએ આશ્રય લીધો છે. રાજ્યમાં SDRF અને NDRF દ્વારા સતત રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ તરફ બિહારમાં પડેલા ભારે વરસાદના કારણે મુખ્ય નદીઓના જળસ્તરમાં થયેલાં વધારાના કારણે પુરની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યમાં 9 જિલ્લાના 3 લાખ લોકો પુરના કારણે અસરગ્રસ્ત થયાં છે. હવામાન વિભાગે હજી પણ ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આપતિ નિવારણ શાખાએ રાજ્યમાં પુરની સ્થિતિને લઈને 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં SDRF અને NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
