સચિન પાયલટ સહિત રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મામલે આજે ફરી રાજસ્થાન HC માં સુનાવણી
Live TV
-
રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટ સહિત રાજસ્થાન કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મામલે આજે ફરી રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. છે.આજે સવારે સાડા 10 કલાકે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોએ પોતાની સામે વિધાનસભાની સદસ્યતા રદ કરવા મામલે વિધાનસભા અધ્યક્ષે જાહેર કરેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. કોંગ્રેસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ અને અન્ય 18 ધારાસભ્યોએ પોતાની સદસ્યતા રદ કરવા વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરી હતી. આ નેતાઓને પક્ષના વ્હિપનું ઉલ્લંઘન કરવા મામલે નોટિસ અપાઈ છે. સચિન પાયલટ અને 19 ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ રજૂઆત કરી હતી કે બળવાખોર ધારાસભ્યો કોઈપણ રીતે સરકાર પાડવાની કે બદલવાની માગ નથી કરી રહ્યા. તેમની માગ ફક્ત મુખ્યમંત્રી બદલવાની છે. તેમણે વિધાનસભા અધ્યક્ષે આપેલી નોટિસની માન્યતા પર સવાલ ઉઠાવ્યો. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ અને સરકારના પક્ષે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી કે નોટિસ આપવી વિધાનસભા અધ્યક્ષનો વિશેષાધિકાર છે. અને કોર્ટ આ નોટિસ પર સવાલ ન ઉઠાવી શકે. તેમણે જણાવ્યું કે નોટિસ પર હજુ વિધાનસભા અધ્યક્ષે કોઈ કાર્યવાહી નથી કરી જેથી આ નોટિસ પર સુનાવણી પાયાવિહોણી છે.
