Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન

Live TV

X
  • મધ્યપ્રદેશના રાજ્યપાલ અને લખનૌના પૂર્વ સાસંદ લાલજી ટંડનનું આજે વહેલી સવારે 85 વર્ષની વયે અવસાન થયું છે. તેમની તબિયત બગડતા ગત 11 જુને તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું અવસાન થયું છે. તેમના પુત્ર અને યુપીના કેબિનેટ મંત્રી આશુતોષ ટંડને 'બાબુજી નહી રહે' ટ્વીટ કરીને દુ:ખદ ઘટનાની માહિતી આપી હતી. સાંજે 4 વાગે લખનઉના ગુલાલા ઘાટ ચોકમાં સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધનને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. તો રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાનીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી છે. ઉલ્લેખનીય છે કે લાલજી ટંડનની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી આનંદી પટેલને સોંપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply