દક્ષિણ પશ્ચિમ ભારતીય જળમાં વેપારી અને મત્સ્યઉદ્યોગ જહાજ માટે અલગ રૂટીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી
Live TV
-
દક્ષિણ પશ્ચિમ ભારતીય જળમાં વેપારી અને મત્સ્યઉદ્યોગ જહાજ માટે અલગ રૂટીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે વધારે માહિતી આપતાં જણાવ્યું કે, આ નિર્ણય ભારતીય જળમાં નેવિગેશનની સરળતાને સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તે વહાણોને ટક્કરથી બચવા, સમુદ્રમાં જીવનની સલામતીની સાથે ટ્રાફિકના પ્રવાહમાં સરળતા અને દરિયાઇ પર્યાવરણના સંરક્ષણમાં સુધારણાની ખાતરી પણ કરશે. આ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગનું એક ખૂબ જ સક્રિય અને સકારાત્મક પગલું છે જે આ ક્ષેત્રમાં શિપિંગ ટ્રાફિકને અસરકારક રીતે નિયમન કરશે." મહત્વનું છે કે લાંબા સમયની પડતર માંગને પૂરી કરવા તથા નેવિગેશનની સલામતી અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને શિપિંગ મંત્રાલયે દક્ષિણ પશ્ચિમ ભારતીય જળમાં વેપારી જહાજો અને ફિશિંગ જહાજોના સંચાલન માર્ગોને અલગ કરી દીધા છે. નવા રૂટ્સ 1 ઓગસ્ટ, 2020થી અમલમાં આવશે.
