પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડીયા આઇડીયા સમિટમાં સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડીયા આઇડીયા સમિટમાં મુ્ખ્ય ભાષણ આપશે. આ શિખર સંમેલન અમેરીકા-ભારત બિઝનેશ કાઉન્સીલ દ્વારા આયોજીત થઇ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડીયા આઇડીયા સમિટમાં મુ્ખ્ય ભાષણ આપશે. આ શિખર સંમેલન અમેરીકા-ભારત બિઝનેશ કાઉન્સીલ દ્વારા આયોજીત થઇ રહ્યું છે. આ વર્ષે આ સમિટની 45મી વર્ષગાઠ મનાવવામાં આવી છે. આ વર્ષના સંમેલનની થીમ છે બહેતર ભવિષ્યનું નિર્માણ, આ બેઠકમાં ભારત અને અમેરીકી સરકારના નિતિ નિર્માતા, ટોચના અધિકારી, વ્યપાર અને સમાજના ધણા વિચારક સામેલ થશે. આ સંમેલનને વિદેશમંત્રી એસ જયશંકર, અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પીયો સંયુકત રાષ્ટ્રમાં અમેરીકાની પૂર્વ રાજદૂત નીકી હેલી સંબોધીત કરશે. આ સંમેલન કોરોના વચ્ચે થઇ રહ્યું છે. જેથી થીમ બહેતર ભવિષ્યનું નિર્માણ રાખવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત અમેરીકા સહયોગ અને મહામારી કાળ બાદ બન્ને દેશ વચ્ચે પારસ્પરીક ભવિષ્ય ના સબંધો સહિત વિવિધ વિષયો ઉપર ગંભીર ચર્ચા થશે. સંમેલનમાં ગ્લોબલ સપ્લાય ચેન, આરોગ્ય ભવિષ્ય વિગેરે ચર્ચાશે. આ સમિટમાં પ્રધાનમંત્રી શું બોલો છે તે ઉપર સૌની નજર રહેશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોહેલે કહ્યું છે કે ભારત અને અમેરીકાએ વેપારને વધુ મજબુત કરવું જોઇએ.
