રાજ્યસભાના નવા સભ્યોએ લીધા શપથ
Live TV
-
રાજય સભાના નવા સભ્યોને આજે શપથ લેવડાવવામાં આવશે. ગત મહિને 20 રાજયોમાં 61 બેઠક ઉપર ચૂટણી સંમ્પન થઇ હતી. નવા સભ્યોને રાજયસભાના સભાપતિ એમ. વૈકયા નાયડું શપથ લેવડાવશે. એ પ્રથમવાર છે કે સંસદનું સત્ર ન હોવા છતા રાજયસભા માં શપથ ગ્રહણ યોજાયો છે. શોશ્યલ ડીસ્ટંગીન જાળવી રાખવા આ નિર્ણય લેવાયો છે. રાજયસભામાં કુલ 67 વ્યકિતની બેસવાની જગ્યા નિર્ધારીત કરવામાં આવી છે. શપથ ગ્રહણમાં પરિવારના એક વ્યકિત સાથે જઇ શકે છે. રાજ્યસભાના સભાપતિએ આ વાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે સંસદના બન્ને ગૃહની સંસદીય સમિતીની બેઠકો શરૂથઇ છે ત્યારે નવા સભ્યો એ તેમાં ભાગ લેવાની ઇચ્છા જાહેર કરી છે. કોગ્રેસમાથી ભાજપમાં આવેલ જ્યોતીરાદીત્ય સિંધીયા, કોગ્રેસના દિગ્વીજયસિંહ, અને મલ્લીકાર્જુંન ખડગે, ઝારખંડ મુકિત મોરચાના અધ્યક્ષ અને પૂર્વમુખ્યમંત્રી શીબુ શોરેન, દ્રમુકના તીરુચી શીવા, ઝારખંડ ભાજપના દિપક પ્રકાશ આજે શપથ લેશે. જે સભ્યો આજે શપથ નહિ લઇ શકે તે આગામી સત્રમાં શપથ લેશે. 61માંથી 43 સભ્યો પ્રથમવાર રાજયસભામાં પહોચ્યાં છે. 12 સભ્યો ફરી ચુંટાયા છે. આ સાથે રાજયસભામાં ભાજપની સીટ 75 થી વધી 86 થઇ છે.
