Skip to main content
Settings Settings for Dark

બિહાર રાજ્યમાં પુરને કારણે અનેક જગ્યાએ નદીઓના જળસ્તરમાં વધારો

Live TV

X
  • બિહાર રાજ્યમાં પુરને કારણે અનેક જગ્યાએ નદીનું જળસ્તર વધી રહ્યું છે. હવામાન વિભાગે 7 જિલ્લામાં ભારે વરસાદ ની ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિજળી પડવાથી 16ના મોત થયા છે. જેમા 7 લોકોના મોત બાકામાં, 3 નાલંદા અને એકની પૂર્વી ચંપારણ,જહાનાબાદ, અને નવાદાબાદમાં થયા છે. મુખ્યમંત્રી નિતિશ કુમારે મૃતકોના પરિજનોને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગંડક, બાસમતી, કોષી અને મહાનંદા સહિત મુખ્ય નદી નું જળસ્તર વધવા લાગ્યું છે. ગંડકમાં પાણી ડિસ્ચાર્જ ચરમ પર પહોચી ગયું છે. જે ગઇરાત્રે 4લાખ 30 હજાર ક્યુંસેક હતું. છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ નદીના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. નવ જિલ્લામાં લગભગ 3 લાખ લોકો પુરથી પ્રભાવીત થયા છે. વહિવટી તંત્રને ચિંન્તા છે કે જળની સ્થીતી વર્ષ 2017 જેવી ન થઇ જાય. સારણ, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, અને મુજફ્ફરપુરમાં સ્થીતી ભયજનક થવાની સંભાવના છે. જેથી લોકોને ઉચાણવાળા સ્થળો ઉપર ખસી જવા લાઉડસ્પીકરથી ચેતવણી આપવામાં આવી રહી છે. એનડીઆરએફ લોકોને આત્મરક્ષાના ઉપાય જણાવી પોતાને બચાવવા કહી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply