Skip to main content
Settings Settings for Dark

આસામમાં પૂરને કારણે 32 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, SDRF અને NDRFની ટીમ દ્વારા રાહત કાર્ય યથાવત

Live TV

X
  • આસામના અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યના 3 હજાર 371 ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે અસરગ્રસ્તોની સંખ્યા વધીને 32 લાખ 94 હજારને પાર થઈ ગઈ છે.

    રાજ્યમાંથી સૌથી વધુ બારપેટા જિલ્લો પુરથી અસરગ્રસ્ત થયો છે. 1 લાખ 28 હજાર હેક્ટરથી વધુના પાક પર પાણી ફરી વળ્યાં છે. ગઇકાલે પૂરપ્રકોપનાં કારણે વધુ 9 લોકોનાં મોત થતાં રાજ્યમાં પુરના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 59 પર પહોંચી છે. રાજ્યભરમાં 500થી વધુ રાહત શિબિરોમાં 44 હજારથી વધુ લોકો આશરો લઈ રહ્યાં છે.

    જ્યારે SDRF અને NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે. આ તરફ બિહારમાં પણ અનેક જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. રાજ્યના દરભંગા, ભાગલપુર, મુઝફ્ફરપુર જિલ્લાના અનેક ગામોમાં પુરની વિકટ સ્થિતિના કારણે જનજીવનને માઠી અસર પડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply