Skip to main content
Settings Settings for Dark

આસામમાં 17 જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી 6 લાખથી વધુ લોકો પ્રભાવિત

Live TV

X
  • 4 હજાર 852 પૂરગ્રસ્તોને વિવિધ રાહત શિબિરમાં આશ્રય આપ્યો

    આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. હાલ બચાવ અને રાહત કાર્યમાં લાગેલા રાહતકર્મી હજુ પણ એલર્ટ પર છે. 20 કલાકમાં પડેલા વરસાદના કારણે હજુ સુધી કોઈના મોત નથી થયા પરંતુ રાજ્યના 17 જિલ્લામાં 1 હજારથી વધુ ગામના સાડા છ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યની 45 હજાર હેકટર જમીનમાં પાણી જ પાણી છે. 4 હજાર 852 પૂરગ્રસ્તોને વિવિધ રાહત શિબિરમાં આશ્રય આપ્યો છે. બિહારમાં પણ પૂરનો ભોગ બનેલા લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. બિહારમાં 24 કલાકમાં વરસાદના કારણે નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. મહાનંદા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા જોખમ ટળ્યું છે. સમસ્તીપુર જિલ્લામાં પૂરીદંડક, ઓશી, કમલા અને કરેણ નદીના જળસ્તરમાં વધારો થતાં નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને રેસ્ક્યુ ટીમ પણ એલર્ટ પર છે. બિહારમાં વરસાદ અને પૂરના કારણે 108 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. કુર્લા, ગાંધીનગર અને જુહુ જેવા અનેક વિસ્તારોમાં પાણી ઓસરતા થોડી રાહત થઈ છે. બેસ્ટ બસના રૂટમાં પણ ફેરફાર કરાયો છે. હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply