Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

Live TV

X
  • 1 હજાર બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલ , માત્ર 11 દિવસમાં તૈયાર કરવામાં આવી છે

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે , રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન DRDO દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 1 હજાર બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલ , માત્ર 11 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. DRDOએ દિલ્હીમાં બનાવાયેલી આ હોસ્પિટલના વિભિન્ન વોર્ડ્સનું નામ, ભારતીય સેનાના એ જવાનોના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે , જેમણે ગલવાન ઘાટીમાં ચીન સામેના ઘર્ષણમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. હોસ્પિટલમાં ICU અને વેન્ટિલેટર વોર્ડનું નામ, કર્નલ બી.સંતોષ બાબુના નામ પર રખાયું છે. એરપોર્ટની નજીક સ્થિત આ હોસ્પિટલ સંપૂર્ણ airconditioned છે. જેનું સંચાલન સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ હોસ્પિટલમાં 600 કર્મચારીઓની ટીમ કાર્યરત કરાઈ છે. સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ, તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન , સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આ કેન્દ્રમાં 250 થી વધુ intensive care units છે. તેમણે વધુમાં જણાવ્યું , કે આ હોસ્પિટલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા અપાયેલા તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply