Skip to main content
Settings Settings for Dark

આસામ અને બિહારમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર

Live TV

X
  • આસામમાં પૂરપ્રકોપના કારણે વધુ ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. પુરના કારણે જનજીવન સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે.. પુરપ્રકોપના કારણે અત્યાર સુધીમાં 96 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 27 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામના 33 જિલ્લામાંથી 26 જિલ્લા જળબંબાકાર થઈ ગયા છે.. જેમાંથી ગોલપાડા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. રાજ્યમાં કાર્યરત 301 રાહત શિબિરોમાં આશરે 50 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે ,. રાજ્યમાં NDRF અને SDRF દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.. કોરોના સંક્રમણ અને પુરથી અસરગ્રસ્ત થયેલાં પૂર્વોત્તરના આસામ, બિહાર સહિત ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો માટે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાંથી રાહત-સામગ્રી મોકલવામાં આવી હતી.. રાહત-સામગ્રી ભરેલા 9 ટ્રકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીલી ઝંડી આપીને રવાના કર્યાં હતાં.. પૂર અસરગ્રસ્તોને ઉપયોગી થાય તેવી આ સામગ્રીમાં ખાદ્ય ચીજવસ્તુ, ટેન્ટ, ચાદર, કપડા સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply