Skip to main content
Settings Settings for Dark

ભારત કોરોના અપડેટ: રિકવરી રેટ વધીને 63.45% પર, મૃત્યુદર 2.3%

Live TV

X
  • દેશમાં ગઇકાલે કોવિડ-19ના 48,916 નવા કેસ નોંધાયા.. તો ગઇકાલે દેશમાં કોવિડ-19ના વધુ 757 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 31,358 પર પહોંચ્યો છે.. દેશમાં હાલ 4,56,071 સક્રિય કેસ છે...તો ગઇકાલે સૌથી વધારે 32,223 દર્દીઓ સાજા થઇને પરત ફર્યા...આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખ 49 હજાર 431 પર પહોંચી છે...રાહતની વાત એ છે કે કોરોનાથી સંક્રમિત લોકોનો રિકવરી રેટ 63.45 ટકા પર પહોંચ્યો છે, જ્યારે દેશમાં મૃત્યુદર 2.3 ટકા છે...

    આ દરમિયાન દિલ્હીના એમ્સમાં વેક્સિનના ટ્રાયલ માટે ગઇકાલે એક 30 વર્ષીય પુરુષને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.. છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 9, 615 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તો આંધ્રપ્રદેશમાં 8,147 અને કર્ણાટકમાં 5 હજાર કેસ નોંધાયા છે...

    કેન્દ્ર સરકારે વધુમાં વધુ ટેસ્ટ અને ટ્રેકિંગની રણનીતિ અપનાવવાની સલાહ આપી છે, જે અંતર્ગત 24 જુલાઇએ દેશમાં કોવિડ-19ના 4,20,898 ટેસ્ટ થયા છે..24 જુલાઇ સુધી દેશમાં કુલ 1 કરોડ 58 લાખ 49 હજાર 068 ટેસ્ટ થયા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply