આસામ: તિનસુકિયા જિલ્લામાં તેલના કુવામાં લાગેલી આગને લઇને PM મોદીએ કરી સમીક્ષા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના તીનસુખીયા જિલ્લામાં તેલના કુવામાં લાગેલી આગની ઘટનાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે, આ ઘટનામાં પ્રભાવિત થયેલાં લોકોને કેન્દ્ર તરફથી પુરતી સહાય, રાહત અને તેમના પુનર્વસન માટે સરકાર પુરી રીતે પ્રતિબદ્ધ છે. આવા ગંભીર સમયમાં કેન્દ્ર રાજ્ય સરકાર સાથે ઉભી છે. સાથે જ પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીને પણ નિર્દેશ આપ્યાં છે કે, આ ઘટનાનું અવલોકન અને અધ્યયન કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં મદદ મળે.
આ પ્લાન્ટમાં 27મી મેના રોજ પાકૃતિક ગેસનું ગળતર શરૂ થયું હતું. અને 9મી જૂને આગની ઘટના ઘટી હતી. OIL ઈન્ડિયા લીમીટેડના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત આસપાસના વિસ્તારોમાં રહેનારા પરિવારોને સ્થળાંતરીત કરી દેવામાં આવ્યાં છે. અને હાલ રાહત શિબીરોમાં 9 હજારથી વધુ લોકો નિવાસ કરી રહ્યાં છે. તત્કાલ રાહત ઉપાયના રૂપમાં જિલ્લા તંત્ર દ્વારા 1 હજારથી વધુ પરિવારો માટે 30 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે.
