Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે ધો.12માં પાસ થયેલા બધા વિદ્યાર્થીઓ IIT માં પ્રવેશને પાત્ર

Live TV

X
  • આ વર્ષે ધોરણ 12 બોર્ડની પરિક્ષામાં પાસ થયેલા બધા જ વિદ્યાર્થીઓ ગણાશે IIT માં પ્રવેશને પાત્ર - જોઈન્ટ એડમિશન બોર્ડની બેઠકમાં JEE 2020 એડવાન્સ પરિક્ષા માટે લેવાયો નિર્ણય

    આ વર્ષે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ધોરણ 12ની પરીક્ષામાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ ઈન્ડિયન ઈન્સિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે, IITમાં પ્રવેશ માટે યોગ્ય ગણાશે.

    તમામ આઈ.આઈ.ટીના જોઈન્ટ એડમિશન બોર્ડની યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં JEE એડવાન્સ પરીક્ષા ક્વોલિફાય કરનારા વિદ્યાર્થીઓ માટે આઈઆઈટીમાં પ્રવેશ માટેના નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. તેથી ધોરણ 12ની પરીક્ષામાં પાસ થનાર કોઈપણ વિદ્યાર્થી IITમાં પ્રવેશ યોગ્ય ગણાશે.

    કેટલાંક બોર્ડ દ્વારા આંશિક રીતે ધોરણ 12ની પરીક્ષા રદ કરાઈ હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા ક્વોલિફાઈ કરવા ઉપરાંત ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ જરૂરી છે.જો કે, આ વખતે આ નિયમમાં પણ છુટ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply